Sunday, July 31, 2022

પણ સતાની સીડી બની ગઈ આશુ સારે ગાય બિચારી

 હે સતાધીસો...

કયારેક અમારી પણ સાંભરો,આજે હુ રોગના ભરડામા ભરાઈછુ,આજ આપની જરુરછે મને,આ રોગ માથી મને હવે કાઢો,તમે મને જો મા માન્તા હોતો આપની ફરજ છે,ગવતરી છુ પુછડુ પકડો તો વેતરણી તારી દઉ એટલી શકિતછે મારામા, તેત્રીસ કરોડ દેવતાનો વાસ મારા શરીર માછે,જયા અડો ત્યા આપનુ સારુ થાય એટલી પવીત્ર છુ,છતા આ સમયે આપ આંખ આડા કાન કરો એ કેમ ચાલે,સતા ની સીડી બનાવીને આજે મરવા મને એકલી મુકી દિધી,આતો અમુક સંગઠનો ટ્રષ્ટો સેવા કરેછે એટલે થોડુ દુખ દુર થાયછે ,બાકી હે સતાધીસો તમારા ભરોષે તો અમે વેદના વેઠીનેજ મરી જાઈએ,હે સતાધીસો આંખ ખોલો ને મદદ માટે આવો ને અમને આ રોગથી મુક્ત કરાવો,

           કવિતા...

કાળ મુખો આવ્યો અંગ પર,

લમ્પી રોગ ગાય માટે ભારી

સંભાર લિઓ ઓ સતાધીસો 

હવે ગવતરી જોવેછે હારી

આશ કરીને જોવેછે આંખથી

માનવ સેવા કરશે અમારી

પણ સતાની સીડી બની ગઈ

આશુ સારે ગાય બિચારી


સબસીડી નામે જમી ગયાછો

મલ્તી ગ્રાંટુ બારમ બારી

નિગમ કરીને શુ ફાયદો થ્યોછે

ચેરમેનો ભરે ખીચા ભારી

અમારા સુધી તો પહોચે નહી

ભાગ બટાઈ કરોછો સારી

પણ સતાની સીડી બની ગઈ

આશુ સારે ગાય બિચારી


દવા વિના દર્દ સહુ છુ કેટલા

વાત કેદીએ તમે વિચારી

કાયા કળસી રહી આ મારી

સમજોતો હવે વાત સારી

ફાયદો ઉપાડવા ફરકોછો બસ

દાનતતો છે સાવ નઠારી

પણ સતાની સીડી બની ગઈ

આશુ સારે ગાય બિચારી


મા કહોછો તો,મા પણ માનો

શરમ ધરો ઓ સતાધારી

પય જોઈએ પણ પુછવુ નથી

દિલથી બન્યાછો દુરાચારી

જનેતાને જરી જાણ્તા નથી

હે,હરી,હવે હુ ગઈ હારી

પણ સતાની સીડી બની ગઈ

આશુ સારે ગાય બિચારી

No comments:

Post a Comment

चागंले संस्कार टिकविण्यासाठी वाचन संस्कृतीची गरज : डॉ. शंकर स्वामी वडेपुरीकर

चागंले संस्कार टिकविण्यासाठी वाचन संस्कृतीची गरज : डॉ. शंकर स्वामी वडेपुरीकर ‌पु.अहिल्यादेवी वाचनालयात " वाचन संकल्प महाराष्ट्राचा...