ગાયની વેદના
ગાયુ દરદ થી દિએ બરાડા
,મરણ ને શરળ લાચારી
રોગ ડામ્યો નથી ડમાતો,
સહાય ન મલે સરકારી
બહેરી સતા અંધ થઈ છે,
સવલત કા,ન દયો સારી
જરાતો જોવો સતાધીસો
કે મરીગઈ આત્મા તમારી
ગાયના નામે રોટલા શેકયા
હવે ફરઝ નથી શુ તમારી
દવા મોઘી બહુ કરી તમે
લઈ શકે નહી માલધારી
નઝર સામે સ્વાસ છોડતી
આતમ મરેછે અમારી
જરાતો જોવો સતાધીસો
કે મરીગઈ આત્મા તમારી
જીવથી વાલી ગાય અમને
તમેછો વોટના ધંધા દારી
કરોડો ના મોઢે વાતુ કરતા
સવલત ન ગાયને સારી
આત્મા ગાયનો બરે પછી
બચાવની નહી રહે બારી
જરાતો જોવો સતાધીસો
કે મરી ગઈ આત્મા તમારી
દુધ માખણને ઘી આપ્તી
અમ્રત જેવુ ગાય અમારી
લાંબે હોઠે પી જાઓ છો
પણ ટાંણા પર દયો ટારી
મદદ માટે હાથ લાંબો કરો
દેખાતી નથી શુ ખુવારી
જરાતો જોવો સતાધીસો
કે મરી ગઈ આત્મા તમારી
શરીર ચામડી ચાઠા પડેછે
પીડા થાયછે બહુ ભારી
એની આંતળી બારો નહી
લોહુ ભષ્મ,જો દુખીયારી
માત માનોછો ગવતરી ને
તો,હરી,લ્યો હવે લાચારી
જરાતો જોવો સતાધીસો
કે મરી ગઈ આત્મા તમારી
No comments:
Post a Comment